Chief Minister Yuva Self Reliance Yojana (MYSY)
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
1. MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા શું છે?
→ MYSY યોજનાની અરજી
https://mysy.guj.nic.in પોર્ટલ પર ઓનલાઈન કરવાની હોય છે. વિદ્યાર્થીઓએ ઉક્ત પોર્ટલ પર Login/Register જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ જરૂરી વિગતો ભરી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી હેલ્પ-સેન્ટર ખાતે વેરીફીકેશન કરાવવાનું હોય છે.
2. MYSY યોજનામાં અરજી કરવા માટેની પાત્રતા શું છે?
> MYSY યોજનામાં અરજી કરવા માટે નીચેની બે શરતો સંતોષતા હોવા જોઈએ.
૧) અ) સ્નાતક અભ્યાસક્રમ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ
બ) ડીપ્લોમાં અભ્યાસક્રમ માટે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ
ક) ડી-ટુ-ડી અભ્યાસક્રમ માટે ડીપ્લોમાં અભ્યાસક્રમની પરીક્ષામાં ૬૫ ટકા કે તેથી વધુ ટકા
૨) રૂ. ૬ લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળશે.
નોંધ: આ યોજના માત્ર સ્નાતક અભ્યાસક્રમ માટે જ છે, અનુસ્નાતક અભ્યાસક્રમ માટે નથી.
3. MYSY યોજનાની અરજી કોલેજના ક્યા વર્ષમા કરી શકાય?
- પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં MYSY યોજના હેઠળ અરજી કરી શકે છે. જે વિદ્યાર્થીઓ શરતચૂકથી અરજી કરવાનું ચુકી ગયા હોય તેઓ કોલેજના કોઈપણ વર્ષમાં અરજી કરી શકે છે. તેઓએ Login/Register માં જઈને “Delayed Application"માં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
4. MYSY યોજનાની રીન્યુઅલ સહાયની અરજી કેવી રીતે કરવી તથા MYSY યોજનાની રીન્યુઅલ સહાયની પ્રક્રિયા શું છે?
- પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY યોજનાના વેબપોર્ટલ Login/Registerમાં જઈને "Renewal Application"માં લોગીન કરવાનું રહેશે. લોગીન કર્યા બાદ જરૂરી વિગતો ભરી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી, એપ્લીકેશનને લોક કરવાની રહે છે.
5. કોલેજનાં અભ્યાસક્રમનાં દરેક વર્ષમાં MYSY યોજનાની શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની હોય છે ?
- હા, કોલેજનાં અભ્યાસક્રમનાં દરેક વર્ષમાં MYSY યોજનાની શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની હોય છે.
6. MYSY યોજનાની અરજી કરવા માટે અરજીકર્તા વિદ્યાર્થીના કેટલા પર્સેન્ટાઇલ (ટકા) હોવા જરૂરી છે?
> MYSY યોજનામાં અરજી કરવા માટે અરજીકર્તા વિદ્યાર્થીને નીચે મુજબના પર્સેન્ટાઇલ (ટકા) હોવા જરૂરી છે.
સ્નાતક અભ્યાસક્રમ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી
મહત્વપૂર્ણ સૂચના - 2023-24
• વિદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ:-
1. રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ નોટીસબોર્ડ પરની બધી વિગતોની ખાસ સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અરજી માટે ફોર્મ ભરવું.
2. આપ અગત્યની સૂચનાઓ અને છેલ્લી તારીખને ધ્યાને લઇ સહાય મેળવવાથી વંચિત ન રહો તે માટે દર અઠવાડિયે નિયમિત વેબસાઈટ જોતા રહેવી.
3. મંજૂર થયેલ મળવાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) હેઠળ સીધી જમા થતી હોવાથી વિદ્યાર્થીઓએ શિડયુલ બેન્કમાં ખાતું ખોલાવવાનું રહેશે અને આ બેન્ક ખાતા સાથે વિદ્યાર્થીઓએ પોતાના આધાર નંબર અચૂક જોડવાના રહેશે.
a. આપના બેન્ક ખાતા સાથે આધાર નંબર જોડાયેલ (Aadhar seeding) છે કે નહિ તે ये १२वा माटे खा ली https://resident.uidai.gov.in/bank-mapper ५२ ४ શકાશે. જો બેન્ક ખાતા સાથે આધાર નંબર જોડાયેલ નહિ હોય તો સહાય તમારા બેન્ક ખાતામાં જમા થશે નહિ. તેથી આપે આપની બેન્કમાં જઈ આધારકાર્ડની નકલ આપી બેન્ક ખાતા સાથે આધાર નંબર લિંક કરાવાનો રહેશે.
b. આધાર નંબર બેન્ક ખાતા સાથે લિંક થઈ જાય તો જ સહાયનું ચુકવણું થઈ શકશે. તેની ખાસ નોંધ લેવી.
4. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અરજી કરવા માટે મામલતદાર/તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાંથી તા.૦૧-૦૪-૨૦૨૩ થી તા. ૩૧-૦૩-૨૦૨૪ વચ્ચે કઢાવેલ માતા-પિતાની આવક દર્શાવતું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આથી વિદ્યાર્થીઓએ તેમનું રીઝલ્ટ આવ્યા પછી તરત જ આવકનું પ્રમાણપત્ર અચૂક કઢાવી લેવું. આવકનું પ્રમાણપત્ર તે કઢાવ્યા તારીખથી ૩ વર્ષ માટે માન્ય હોય છે. તેથી રિન્યુઅલના વિદ્યાર્થીઓ માટે જો ૩ વર્ષ ચાલુ વર્ષ પૂર્ણ થતા હોય તો તરત જ નવું આવકનું પ્રમાણપત્ર કઢાવી લેવું. આવકના પ્રમાણપત્ર ઉક્ત સમયગાળામાં ન કઢાવવાને કારણે વિદ્યાર્થીની અરજી રીજેક્ટ થશે અને પાછળથી આવા વિદ્યાર્થીઓની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
5. જો ઓનલાઈન અરજી કર્યા બાદ દિન-૭માં હેલ્પ સેન્ટર ખાતે જઈને દસ્તાવેજોની ચકાસણી કરાવવી ફરજીયાત છે. જો હેલ્પ સેન્ટરમાં દસ્તાવેજોની ચકાસણી કરાવવામાં.
મહત્વપૂર્ણ સૂચના - 2023-24
નહિ આવે તો તેમની ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે અને તેઓએ પુનઃઓનલાઈન અરજી કરી દિન-૭માં દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે.
6. વિદ્યાર્થીએ મોબાઈલ નંબર પોતાનો જ આપવો. અને સમગ્ર અભ્યાસક્રમનાં સમયગાળા દરમ્યાન બદલવો નહી, અગત્યની સૂચનાઓ એજ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે.
ફ્રેશ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ:-
1. માર્ચ/એપ્રિલ-૨૦૨૩માં ધો-૧૦/૧૨ની પરીક્ષા આપી ચાલુ વર્ષે ડિપ્લોમા ડિગ્રી અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં કે ડીપ્લોમા પરીક્ષા પાસ કરી ચાલુ વર્ષે ડિગ્રીના પ્રથમ /બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેઓએ ફ્રેશ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે. જયારે ગત વર્ષે ૨૦૨૨-૨૩ના વર્ષમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય મેળવેલ હોય તો તેઓએ ચાલુ વર્ષે રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે.
2. ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી છેલ્લા રાઉન્ડ પછીના ૧૫ દિવસ સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
• રિન્યુઅલ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ:-
1. દરેક વિદ્યાર્થીએ છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરવી અને હેલ્પ સેન્ટરમાં દસ્તાવેજોની ચકાસણી કરાવવી ફરજીયાત છે. જે વિદ્યાર્થીને
a. યુનિવર્સીટી/કોલેજો દ્વારા પરીક્ષા મોડી લેવાના કારણે પરિણામ આવેલ ન હોય.
b. યુનિવર્સીટી/કોલેજો દ્વારા પરીક્ષા ન લેવાયેલ હોય તો તેને કારણે પરિણામ આવેલ ન હોય
c. પરીક્ષામાં કોઈ વિષયમાં ATKT આવતા રીટેસ્ટ પરીક્ષા આપવાની હોય અને યુનિવર્સીટી/કોલેજો દ્વારા પરીક્ષા ન લેવાયેલ હોય તો તેને કારણે પરિણામ આવેલ ન હોય
d. પરીક્ષામાં કોઈ વિષયમાં ATKT આવતા રીટેસ્ટ પરીક્ષા આપેલ હોય અને પરિણામ આવેલ ન હોય
e. અપેક્ષિત પરિણામ ન આવતા રીચેકિંગ કે રિએસેસમેન્ટ માટે અરજી કરેલ હોય અને તેનું પરિણામ આવેલ ન હોય.
મહત્વપૂર્ણ સૂચના - 2023-24
f. અપેક્ષિત પરિણામ ન આવતા રીચેકિંગ કે રિએસેસમેન્ટ માટે અરજી કરતા પરિણામ સુધરેલ હોય પરંતુ યુનિવર્સીટી/કોલેજ પાસેથી પરિણામ ન મળેલ હોય.
g. ઓનલાઈન પરિણામ મળેલ હોય પરંતુ તેની હાર્ડ કોપી મળેલ ન હોય. ઉપરના તમામ કિસ્સામાં વિદ્યાર્થીએ એનેક્ષર-૯માં આપેલ સેલ્ફ ડીકલેરેશન અપલોડ કરવાનું રહેશે અને છેલ્લી તારીખ પહેલા અચૂક અરજી કરવાની રહેશે. છેલ્લી તારીખ બાદ વિદ્યાર્થીની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ. ઉપરના કિસ્સામાં જયારે યુનિવર્સીટી/કોલેજ પાસેથી જયારે વિદ્યાર્થીને માર્કશીટ મળે ત્યારે આ માર્કશીટ દિન-૭માં ઓનલાઈન અપલોડ કરી તેની હેલ્પ સેન્ટરમાં જઈ અચૂક ચકાસણી કરાવવાની રહેશે.
2. જો આપે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આવકનું પ્રમાણપત્ર કઢાવેલ હોય તો નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં તેની ૩ વર્ષની માન્યતા પૂર્ણ થયેલ હોઈ આપે તાત્કાલિક નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં નવું આવકનું પ્રમાણપત્ર મેળવીને અપલોડ કરવું. જુનું આવકનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહિ તેમજ તા.૦૧/૦૪/૨૦૨૪ પછી કઢાવેલ આવકનું પ્રમાણપત્ર પણ માન્ય ગણવામાં આવશે નહિ.
3. ઉક્ત દર્શાવેલ મુજબ જો કોઈ વિદ્યાર્થી annexure-9માં આપેલ સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરે તો તેમને સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્રમાં પણ annexure-9માં આપેલ સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે. અને જેમ પરિણામ આવતા ઓરિજિનલ માર્કશીટ અપલોડ કરવાની સાથે સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલનું પ્રમાણપત્ર લઈને દિન-૧૫માં અપલોડ કરવાનું રહેશે.
ઉક્ત બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય તો કેસીજી કચેરીનો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ પહેલા રૂબરૂમાં સંપર્ક કરવો.
ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો
1. ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
2. ડીપ્લોમાં અભ્યાસક્રમની પરીક્ષામાં ૬૫ કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડીગ્રી(સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમનાં પ્રથમ/બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડીના વિદ્યાર્થીઓ.
મહત્વપૂર્ણ સૂચના - 2023-24
3. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને
4. રૂ. ૬ લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો.
• રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો
1. ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રીન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે અને
2. જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી ૭૫% હાજરી હોવી જરૂરી રહેશે. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. (ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે).
• ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
2.જે વિદ્યાર્થીને રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી જણાય તો તેમને mysy- kcg@gujgov.edu.in પર ૧) એડમિશન લેટર ૨) આધાર કાર્ડ અને ૩) 10/12/ Diplomaની માર્કશીટ ઈ-મેઈલ કરવાના રહેશે.
3. રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર User-id અને Password generate थशे.
4. ત્યારબાદ નવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લીકેશન પર ક્લિક કરવાનું રહેશે. અને User- id અને Password વડે લોગ ઇન કરવાનું રહેશે.
2. રિન્યુઅલ વિદ્યાર્થીએ સૌપ્રથમ https://mysy.guj.nic.in પોર્ટલ પર લોગ ઇન કરવાનું રહેશે.
1. Where to apply for MYSY scheme and what is the application process?
→ MYSY scheme application has to be done online at
https://mysy.guj.nic.in portal. Students have to register by going to Login/Register on the said portal. After registration, one has to fill the necessary details, upload the necessary documents and get the verification done at the help-center.
2. What is the eligibility to apply in MYSY scheme?
> To apply in MYSY scheme the following two conditions must be satisfied.
1) a) 80 percentile or more in Class-XII Science stream or General stream examination for graduation course
b) 80 percentile or above in class-10th examination for course in Diploma
k) 65% or more in course examination in Diploma for D-to-D course
2) Rs. Children of parents having family annual income up to 6 lakhs will get the benefit of this scheme.
Note: This scheme is only for graduate courses, not for postgraduate courses.
3. In which year of college can application for MYSY scheme be made?
- Eligible students can apply under MYSY scheme in first year of college. Students who have missed the application due to default can apply in any year of the college
is They have to register in “Delayed Application” by going to Login/Register.
4. How to apply for renewal assistance of MYSY scheme and what is the procedure for renewal assistance of MYSY scheme?
- Eligible students have to go to MYSY scheme web portal Login/Register and login in "Renewal Application". After logging in, fill the required details, upload the required documents, lock the application.
5. Apply for MYSY scheme scholarship in every year of college course?
- Yes, one has to apply for MYSY scheme scholarship in every year of college course.
6. What is the percentile (percentage) of an applicant student to apply for MYSY scheme?
> To apply in MYSY scheme the applicant student needs to have the following percentile (percentage).
80 or above in class-12 science stream or general stream examination for graduation course
Notice Board IMPORTANT PDF FILE LINK
Instructions
હાલમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ઓનલાઈન અરજી કરવાની પ્રકિયા શરુ કરેલ છે. પરંતુ મેડીકલ, પેરા -મેડીકલ અને આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે Renewal અને Delayedની લીંક થોડાક સમય માટે સ્થગિત કરવામાં આવે છે. મેડીકલ, પેરા -મેડીકલ અને આયુર્વેદના વિદ્યાર્થીઓએ Renewal અને Delayed લીંક જયારે લીંક શરુ કરવામાં આવશે ત્યારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત બાબતે અંગે વાલીઓ/વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી જણાય તો mysy-kcg@gujgov.edu.in કાંતો 7043333181 પર સંપકૅ કરવાનો રહેશે.
(2) વિદ્યાર્થીઓએ પરિણામ ન આવેલ હોય કે વિલંબ થાય તેમ હોય તો પણ એનેક્ષર-૯ ભરીને સમયમર્યાદામાં અચૂક અરજી કરવી. દરેક વિદ્યાર્થીએ ઓરીજીનલ માર્કશીટ આવ્યા બાદ તે અચૂક અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન માર્કશીટ માન્ય રાખવામાં આવશે નહિ.
(3) શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૩ છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ પણ ૩૧/૧૨/૨૦૨૩ છે. જેની ખાસ નોંધ લેવી.:-
(4) શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં DtoD , મેડીકલ અને પેરા-મેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ફ્રેશની લીંક ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે CMSSની લીંક ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત તા.૧૦/૧૧/૨૦૨૩ થી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધી દિવાળી વેકેશનના લીધે તમામ હેલ્પ સેન્ટર બંધ રહેશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન તા.૦૧/૧૨/૨૦૨૩થી તમામ હેલ્પ-સેન્ટરોમાં રાબેતા મુજબ પુનઃ ચાલુ કરવામાં આવશે. જે જાણ સારું.