Regarding organization of BALMela and Life Skill Mela in the year 2023-2024

Regarding organization of Child Mela and Life Skill Mela in the year 2023-2024



વિષય:- વર્ષ 2023-2024 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની બાબત 



ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે “કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમ્યાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે આ બેંગલેસ દિવસના ભાગ સ્વરૂપે ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે એક દિવસ બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસ જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવાનું થાય છે.




સદર બાબતે જીસીઇઆરટી દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે. જે પૈકી ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. આ બાળમેળા અને લાઇફસ્કીલ (જીવન કૌશલ્ય) આધારીત બાળમેળા ની પ્રવૃત્તિઓ દ્વારા

વિધાર્થીઓ બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ, ગળીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિધાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.


બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા યોજવા માટેની ગ્રાન્ટ અત્રેથી ફાળવવામાં આવશે ત્યારે તેની જાણ કરવામાં આવશે અને ગ્રાન્ટ ફાળવણી પત્રક મોકલવામાં આવશે. ગ્રાન્ટની ફાળવણી થયા બાદ બાળમેળા અને લાઇફ સ્કીલ યોજવા માટેની તારીખોની જાણ કરવામાં આવશે, તે મુજબ આયોજન કરવાનું રહેશે.




File & note of Balmela 2023-2024



1. બાળમેળાના મુખ્ય હેતુઓ-



૦ વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે,


૦ વિધાર્થીઓમાં સહકાર, નેતૃત્વ, લોકશાહીની ભાવના, સાહસિક્તા વગેરની ખિલવણી થાય.


૦ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે.


૦ વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે


૦ વિદ્યાર્થીઓની મનોસામાજીક માવજત થાય.




2. લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ-



૦ વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે.


 ૦ જીવનકૌશલ્યો થકી વિધાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ, સફળ, સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે.


૦ વિવિધ પ્રવૃત્તિઓથી વિધાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય.



૦ પોતાના રોજિંદા જીવનમાં નાના – મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને ૦ શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે.




નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે.




1. વર્ષ-2023-2024 માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ, આશ્રમશાળા, કે.જી.બી.વી., મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો. 1 થી 5 ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો. 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે




2, શાળાના બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને લાઇફસ્કીલ મેળા યોજાય તેવું આયોજન કરવાનું રહેશે.




૩. બાળમેળા અને લાઇફસ્કીલ મેળાની પ્રવૃત્તિ પૂર્વે શિક્ષકે જે તે પ્રવૃત્તિનું નિદર્શન કરાવવાનું રહેશે. ત્યાર બાદ બાળમેળા અને લાઇફસ્કીલ મેળાની જુદી જુદી પ્રવૃત્તિમાં શાળાના દરેક બાળકો ભાગ લઇ શકે તે રીતે જુદા જુદા ગ્રુપમાં રોટેશન મુજબ આયોજન કરવું.




૦ “ટોક શો"ના સૂચિત વિષયોઃ


 (1) મારા સપનાનું ભારત
 (2) પર્યાવરણ બચાવો દેશ બચાવો
 (3) મારી શાળા મારા વિચારો
 (4) મારી સામાજિક ફરજ




• બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવન કૌશલ્ય) બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ અહીં આપવામાં આવેલ છે. આ સિવાયની પ્રવૃત્તિઓ પણ ઉમેરી શકાશે.




(1) બાળમેળા માટે સૂચિત પ્રવૃત્તિઓ




પ્રાથમિક કક્ષા ધોરણ 1 થી 5




બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ બાળવાર્તા બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ કાતરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો, એક મિનિટ, પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત-સંગીત- અભિનય, પપેટ શો, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિ 3/8 સાદા પ્રયોગો, વેશભૂષા વગેરે પ્રવૃત્તિઓ યોજી શકાશે.





(૨) લાઇફ સ્કીલ (જીવન કૌશલ્ય) બાળમેળા માટે સૂચિત પ્રવૃત્તિઓઃ–


લાઇફ સ્કીલમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય.




ઉચ્ચ પ્રાથમિક કક્ષા  6 થી  8


© પ્રસ્તાવના

શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિક મેલા અંતર્ગત આવી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણ ના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજી શકાશે




5. આ સાથે મોનીટરીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન~મોનીટરીંગ ફોર્મ સામેલ છે. જે બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવન કૌશલ્ય) બાળમેળા યોજાય તે દરમ્યાન ડાયટના લેકચરશ્રી દ્વારા મોનીટરીંગ કરવું અને આ ફોર્મ અવશ્ય ભરવું અને તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા




6. જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે. આ ડોક્યુમેન્ટેશન માટે જિલ્લા દીઠ રૂ. 1000/- (એક હજાર) ફાળવવામાં આવે છે. આ ફાળવેલ રકમમાંથી ડોક્યુમેન્ટેશનનો ખર્ચ કરવાનો રહેશે. જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે. બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય, બાળમેળા યોજાઇ ગયા બાદ એક માસમાં અહેવાલની PDF ફાઇલ gcerttraining@gmail.com ઉપર ઇમેલ કરવાનો રહેશે. ગુજરાતી શ્રુતિ ફોન્ટ સાઇઝ-૧૨)




* મુખ્ય હેતુઓ



• કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ • બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ સીડીમાં આપવી.)




બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ • SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ




મુલ્યાંકન – પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણો




Subject:- Organization of Child Mela and Life Skill Mela in the year 2023-2024

Matter of sending guidance notices

sir,

In relation to the above topic, the National Education Policy 2020 recommends that “Bagless Days shall be promoted throughout the year for various enrichment activities including arts, quizzes, sports and handicrafts for the students of class 1 to 5 as part of these Bangless Days. One day child mela and one day life skill based child mela is organized for students of class 6 to 8.

In this regard, GCERT organizes children's fair activities in two sections every year to impart various life skills to the students. Out of which a children's fair is organized for the students of class 1 to 5 and a life skill based children's fair is organized for the students of class 6 to 8. Through the Balmela and Lifeskills based Balmela activities

Students are engaged in children's stories, pottery, painting, craft work, embroidery, paper work,

Various like swallowing, children story based play, teaching of various life skills

Efforts to bring out strengths in students through activities and games Is performed.

The grant for conducting Child Mela and Life Skill Mela will be notified from here and the grant allotment form will be sent. After allotment of the grant, the dates for conducting the Bal Mela and Life Skills will be informed, planning will have to be done accordingly.

File & note of Balmela 2023-2024


1. Main Objectives of Balmela-

0 Students gain knowledge with entertainment by doing various enjoyable activities,

0 Cooperation, leadership, spirit of democracy, entrepreneurship etc. among students

Be entertained. 0 To develop creativity and originality in students.

0 To develop various skills useful in daily life in students and to bring out latent strengths in students

0 Psychosocial fitness of students.

2. Main Objectives of Life Skill Mela-

0 students to overcome the challenges of everyday life positively and daily

One can acquire various skills or abilities to meet the needs of life skillfully. 0 To develop physical and mental abilities of students through life skills for overall development of their personality to be healthy, successful, happy and peaceful.

Learn to live life. 0 Various activities will connect the students with real life and prepare them to lead a more advanced and better life.

Solving small and big problems in your daily life will make you self-reliant. The relationship between school and society will develop more.

Bal Mela and Life Skill Mela have to be organized keeping in mind the following instructions.

1. In the year-2023-2024 Gujarat state government primary schools, schools managed by Nagar Primary Education Committee, Ashramshala, KGBV, Model School on the first day of St. Children's Mela for children from 1 to 5 and on the second day St. A lifeskill fair has to be organized for the children of 6 to 8 years

2, Children fair and life skill fair should be organized in the school for the purpose of making the school children aware of various activities and getting fun and activity oriented education.

3. Before the activity of Bal Mela and Life Skill Mela, the teacher should demonstrate that activity. After that, planning according to rotation in different groups so that every child of the school can participate in the different activities of Bal Mela and Life Skill Mela.

Related Posts

Regarding organization of BALMela and Life Skill Mela in the year 2023-2024
4/ 5
Oleh