Bharat Ratna: Dr. Baba Saheb Ambedkar's birthday. So let's know their brief introduction:

Bharat Ratna: Dr. Baba Saheb Ambedkar's birthday. So let's know their brief introduction:



આજે ભારતરત્ન: ડૉ.બાબા સાહેબ આંબેડકરની 
જન્મજ્યંતી છે. તો જાણીએ તેમનો ટૂંકો પરિચય:


************************************


      🇮🇳 તા: 14 એપ્રિલ 2023-શુક્રવાર 🇮🇳 
      -------------------------------
🌷ડૉ.બાબા સાહેબનો જન્મ: 14 એપ્રિલ 1891 
   માં મધ્યપ્રદેશ રાજ્યના  મહૂ ગામમાં થયો હતો.

🌷માતા: ભીમાબાઈ, પિતા: રામજીભાઈ હતાં.

🌷તેમનાં પિતાજી લશ્કરી શાળામાં શિક્ષક હતાં.

🌷માત્ર છ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયેલું.

🌷ભીમરાવ રંગે ઘઉંવર્ણા, કપાળ વિશાળ હતું.

🌷વાંકડિયા વાળ,ટચૂકડું નાક,આંખો પાણીદાર.

🌷ડૉ.બાબાસાહેબના અભ્યાસ માટે વડોદરાના 
   મહારાજા સયાજીરાવે શિષ્યવૃતિ આપી હતી.

🌷એમ. એ. પીએચ. ડી. અને ડી.લિટ્ટ સુધીની 
    પદવી. કાયદો-અર્થશાસ્ત્રનો અભ્યાસ કરેલો.   

🌷ફુરસદના સમયમાં માત્ર પુસ્તકનું વાંચન કરતાં.

🌷બે હજાર જેટલાં દુર્લભ ગ્રન્થોનો સંગ્રહ કર્યો.

🌷હંમેશા કહેતાં કે કોઈ ઊંચ કે કોઈ નીચ નથી.

🌷તેમણે એક'મુકનાયક'નામનું પાક્ષિક શરૂ કર્યું.

    અને 20 જુલાઈ, 1924ના રોજ 'બહિષ્કૃત-
   હિતકારિણી સભા' (સંસ્થા) ની સ્થાપના કરી.

🌷ઘણી જગ્યાએ 'કૃષિવિષયક' શાળા શરૂ કરી.  

🌷સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી, બાળ-
    લગ્ન નો વિરોધ, વિધવા વિવાહનું સમર્થન કર્યું.

🌷બાબાસાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે.
    શિક્ષિત બનો, સંગઠિત બનો, અને સંઘર્ષ કરો.

🌷આઝાદીના જંગમાં ગાંધીજી સાથે કાર્ય કરેલું.

🌷તેમના જીવન ઉપર બુદ્ધ,  કબીર,  જ્યોતિબા  
   ફુલેના સર્વાધિક પ્રભાવ-વિચાર જોવા મળે છે.

🌷ભારતનું બંધારણ ઘડવામાં મુખ્ય ઘડવૈયા હતાં.

🌷આ સાચા રત્નને ઈ. સ. 1990 માં મરણોત્તર 
   ભારતરત્નના ઈલકાબથી નવાજવામાં આવેલાં.

🌷બાબાસાહેબનું દેહાવસાન :06/12/1956 માં   
   થયું.પરંતુ પોતાના મહાન વિચાર આજે સાથે છે.

🌷ડૉ.બાબાસાહેબની આ 132 મી જન્મજ્યંતિ છે.   

🌷ડૉ.ભીમરાવ આંબેડકરને હ્રદયપૂર્વક મારા વંદન.  


••••••••••••••••••••••••••••••••••••••••


ડો.આંબેડકરે ખરેખર કર્યું શું...?

જવાબ.અનામત આપી... 

મોટા ભાગના લોકોને ડૉ.આંબેડકરનો એટલો જ પરિચય છે. 

એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે. 

● હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.

● વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)

● કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.

● પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.

● સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.

● બાળ મજૂરી પ્રતિબંધિત કરી.

● ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.

● વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.

● રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.

● હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.

● આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.

● સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.

● કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.
તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.

● શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.

● એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.

● પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.

● વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય.

● પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.

● તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.

● જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.

● તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.

● ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણ ના પિતા.

● જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.
● થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.

જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે.
તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.

માત્ર પછાત વર્ગ જ  નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.
કોઈ એક વર્ગ કે વ્યક્તિઓ ના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ..

ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.

સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવું પડે...

જય સંવિધાન,જય ભારત


Today's Bharat Ratna: Dr. Baba Saheb Ambedkar's

It's a birthday. So let's know their brief introduction:


🇮🇳 Date: 14 April 2023-Friday 🇮🇳



🌷Born of Dr.Baba Sahib: 14 April 1891

He was born in the village of Mahu in the state of Madhya Pradesh.

Mother: Bhimabai, Father: Ramjibhai.

His father was a teacher in a military school.

Mother died when she was only six years old.

🌷Bhimrao's complexion was wheatish, his forehead was huge.

Curly hair, small nose, watery eyes.

Vadodara for the study of Dr. Babasaheb

Maharaja Sayajirao gave the scholarship.

M. a. Ph. d. and up to D.Litt

degree. Studied Law-Economics.

🌷Reading books only in free time.

Collected about two thousand rare books.

🌷 Always said that no one is tall or no one is ugly.

🌷He started a fortnightly named 'Muknayak'.

and on July 20, 1924, 'excommunicated-

Established Hitkarini Sabha' (organization).

🌷Started 'Agricultural' schools in many places.

🌷 Oriented women towards education, child-

Opposed marriage, supported widow marriage.

🌷 One of Babasaheb's slogans is like tying a knot.

Be educated, be organized, and fight back.

Worked with Gandhi in the freedom struggle.

🌷Buddha, Kabir, Jyotiba on his life

Fulle's overarching influence-thoughts are seen.

He was the main framer in framing the Constitution of India.

🌷 This true gem is e. S. Posthumously in 1990

Awarded Bharat Ratna.

🌷Babasaheb passed away on: 06/12/1956

happened. But his great idea is with today.

This is the 132nd birth anniversary of Dr. Babasaheb.

My heartiest salute to Dr. Bhimrao Ambedkar.

Related Posts

Bharat Ratna: Dr. Baba Saheb Ambedkar's birthday. So let's know their brief introduction:
4/ 5
Oleh