Result of Secondary School Certificate Examination Class-10 (SSC)

Result of Secondary School Certificate Examination Class-10 (SSC)





              The press release of Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar states that the result of Secondary School Certificate Examination Class-10 (SSC) and Sanskrit Prathama Examination held in March-2024 is available on Gujarat Secondary and Higher Secondary Education Board website www.gseb.org will be announced on Date: 11/05/2024 at 08:00 AM



Students can get their result by filling the seat number of the exam. Students can also get their result by sending their seat number on WhatsApp number 6357300971. Students Mark Sheet and S.R. Detailed instructions on sending copies to schools will be given later. 




               After the examination, the notices of evaluation and office verification will be placed on the website of the board. Application for evaluation has to be done online. After the result, the name correction proposal has to be made in the prescribed format. The list of eligible candidates of Supplementary Examination-2024 will be sent to the schools along with the result and the instructions to fill the supplementary examination application forms online will be given later. School principals, parents, students and all concerned should take note of this.
















                ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૧૧/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. 




        વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. 




             વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૪ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Related Posts

Result of Secondary School Certificate Examination Class-10 (SSC)
4/ 5
Oleh