Matter of Teacher Readiness Survey 29-07-2021 shikshak sajjata sarve.

Matter of Teacher Readiness Survey 29-07-2021 shikshak sajjata sarve 



શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત



Matter of Teacher Readiness Survey 29-07-2021 shikshak sajjata sarve





                  ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૨૪/૦૮/૨૦૨૧ના રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરેલ છે. સદર સર્વેક્ષણના ઉપકરણનું વિગતવાર માળખુ આ સાથે સામેલ પત્રક મુજબનું રહેશે. જેની જાણ આપની તાબા હેઠળની તમામ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ સી.આર.સી.સી./ બી.આર.સી.સી.ને કરવા વિનંતી છે. જેથી સર્વેક્ષણમાં પ્રતિચાર આપવા યોગ્ય જાણકારી થાય.




                    સર્વેક્ષણમાં પાંચ પ્રકારના ઉપકરણ (ધોરણ ૧ થી ૫ના શિક્ષકો માટે, ધોરણ ૬ થી ૮ના ભાષા તથા સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે, ધોરણ ૬ થી ૮ના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે, HTAT આચાર્ય માટે અને સી.આર.સી.સી. બી.આર.સી.સી. માટે) ઉપયોગમાં લેવામાં આવશે. સર્વેક્ષણમાં ભાગ લેનાર દરેકે બે વર્ણનાત્મક કલમોના વિગતવાર પ્રતિચાર આપવાના રહેશે. તમામ શિક્ષકોશ્રીઓએ સર્વેક્ષણ અંગેનું પ્રવેશપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ (www.seb.exam.org) પરથી પોતાનો ટીચર પોર્ટલ પરનો ટીચર કોડ અને જન્મ તારીખ નાખીને તા.૨૦/૦૮/૨૦૨૧ બાદ ડાઉનલોડ કરવાની રહેશે. તમામ શિક્ષકશ્રીઓની બેઠક વ્યવસ્થા જે તે સંબંધિત તાલુકા કક્ષાએ રહેશે. તેમા દર્શાવેલ સર્વેક્ષણ સ્થળે જવાનું રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવીડ-૧૯ની ગાઈડલાઈન અનુસાર સર્વેક્ષણ યોજવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સર્વેક્ષણ સુચારૂ રૂપે યોજાય તે માટેનું મહેકમ દરેક કક્ષાએ આપવામાં આવશે. તા.૧૦/૦૮/૨૦૨૧ના રોજ સર્વેક્ષણના અનુસંધાને વિગતવાર માહિતી આપતી ટેલીકોન્ફરન્સે યોજવામાં આવશે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સર્વેક્ષણ વ્યવસ્થા સંદર્ભેની સુચનઓ અલગથી આપવામાં આવશે.



Important Link :- 



શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કલમો માહિતી પરિપત્ર 06-08-2021 ડાઉનલોડ કરો અહીં.



શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત પરિપત્ર 29-07-2021 ડાઉનલોડ કરો અહીં





જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ

શાસનાધિકારીશ્રી તમામ વિષય: શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત...


સંદર્ભ:

 1, ગુજરાત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : જશભ/૧૨૧૮/સીંગલ ફાઈલ-૯૪ન સચિવાલય, ગાંધીનગર પત્ર તા. ૦૬/૦૩/૨૦૧૮


2. શિક્ષક સંઘના પ્રતિનિધિશ્રીઓ સાથે તા. ૧૮/૧૨/૨૦૨૦ ના રોજ થયેલ બેઠકમાં લેવાયેલ નિર્ણય


૩. રાજ્ય પરીક્ષા બોર્ડની તા.૦૬-૦૨-૨૦૨૧ની ફાઈલ પર મળેલ મંજૂરી




ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકોની સજ્જતા ખૂબ જ અગત્યનું પરિબળ છે. NEP 2020માં પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષક સજ્જતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકો માટે રાજ્ય અથવા જિલ્લા સ્તરેથી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત તમામ શિક્ષકોને તેમની જરૂરિયાત મુજબ શૈક્ષણિક મદદ કરવી એ અત્યંત જરૂરી છે.




શિક્ષકોને એમની જરૂરિયાત મુજબ તાલીમ અને ઓનસાઈટ સપોર્ટ મળે એ માટે દરેક શિક્ષકની શૈક્ષણિક જરૂરિયાત જાણવી આવશ્યક છે. એ માટે જે તે શિક્ષકની પોતાના ભણાવવાના વિષયો, વર્ગવ્યવહાર, મૂલ્યાંકન, શિક્ષણના નૂતન પ્રવાહો વગેરે મુદ્દાઓ વિશેની સમજ કેવી છે તે જાણવું જરૂરી છે. આ ઉપરાંત, શિક્ષકના વર્ગખંડ અવલોકનની માહિતી તેમજ એમના વર્ગ-વિષયનાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિની માહિતી મેળવવી જરૂરી છે. આ ત્રણ પૈકી વર્ગખંડ અવલોકન અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ અંગેની માહિતી ઉપલબ્ધ છે. પરંતુ શિક્ષકની વિવિધ શૈક્ષણિક બાબતોની જાણકારી સંબંધી માહિતી મેળવવા માટે તમામ શિક્ષકોને સમાવતું એક શૈક્ષણિક સર્વેક્ષણ કરવાનું થાય છે.




આ સર્વેક્ષણ અંગે નીચેની બાબતો ધ્યાને લેવા આથી જણાવવામાં આવે છે.




1. આ સર્વેક્ષણ અંતર્ગત સર્વેક્ષણ ઉપકરણ તરીકે પ્રશ્નાવલિ (કુલ 80 કલમો સમાવતી એક પ્રશ્નાવલિ) હશે. પ્રત્યેક કલમે માટે પ્રતિચારના ચાર વિકલ્પો હશે જેમાંથી યોગ્ય પ્રતિચાર પસંદ કરવાનો છે. (વિગતો આ સાથેના પરિશિષ્ટ 1 માં સામેલ છે.)



2. આ સર્વેક્ષણમાં નીચેના પાંચ ગ્રુપનાં ઉપકરણ હશે.



A. ધોરણ 1 થી 5


B. ધોરણ 6 થી 8 ભાષા-સામાજિક વિજ્ઞાન


C. ધોરણ 6 થી 8 ગણિત- વિજ્ઞાન


D. HTAT મુખ્ય શિક્ષક


E. CRC-BRC કો ઓર્ડીનેટર



૩. જે તે શિક્ષક, HTAT આચાર્ય અને CRC-BRC કો-ઓર્ડીનેટરે ઉપરોક્ત પાંચ પૈકી પોતાને લાગુ પડતા વિભાગના સર્વેક્ષણમાં જોડાવાનું છે.



4. શિક્ષક કયા ધોરણમાં કયા વિષય ભણાવે છે તે અંગે SAS પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીના આધારે માહિતી પૃથક્કરણ કરવામાં આવશે. ધોરણ 1 થી 5 ના શિક્ષકો અને ધોરણ 6 થી 8 ના શિક્ષકો પોતે જે વિષય ભણાવે છે તે વિષય અંગેની કલમોના જ પ્રતિચાર આપવા. દા.ત. ધોરણ 1 થી 5 ના શિક્ષક ધોરણ ૩ થી 5 માં ગણિત અને ધોરણ 5 માં અંગ્રેજી ભણાવે છે. તો તેમણે માત્ર ગણિત અને અંગ્રેજી વિષયની કલમોના પ્રતિચાર આપવા. ગુજરાતી અને પર્યાવરણના પ્રતિચાર આપવાના નથી. 




જે શિક્ષક ધોરણ 1-2 માં શિક્ષણકાર્ય કરાવતા હોય તેમણે ધોરણ 1-2 પ્રજ્ઞાની કલમોના પ્રતિચાર આપવા. આ જ રીતે ધોરણ 6 થી 8 માં અધ્યાપન કરાવતાં ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના શિક્ષકે જે જે ભાષા ભણાવતાં હોય તેના પ્રતિચાર આપવાના રહેશે. તેની સાથે કોઈ એક ધોરણમાં સામાજિક વિજ્ઞાન વિષયનું અધ્યાપન કરાવતાં હોય તેમને સામાજિક વિજ્ઞાન વિષયની કલમોના પ્રતિચાર પણ આપવાના રહેશે. ટૂંકમાં, SASમાં દર્શાવેલ વિષયનું શિક્ષણ કાર્ય કરાવતા હોય તેના જ પ્રતિચાર આપવાના છે. 



5. જે તે વિષય ઉપરાંત વર્તમાન પ્રવાહો, મૂલ્યાંકન અને સર્વાંગી શિક્ષણ અંગેની કલમોના પ્રતિચાર દરેક શિક્ષકે આપવાના રહેશે.



6. ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાન શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષક અને CRC-BRC કો-ઓર્ડીનેટરે તમામ 80 કલમોના પ્રતિચાર આપવાના છે.



7. HTAT ન હોય તેવા મુખ્ય શિક્ષકે SAS ડેટા મુજબ પોતાના શિક્ષણકાર્યના વિષયો મુજબ કોઈ એક વિભાગમાં જોડાવાનું રહેશે.



8. સર્વેક્ષણ પ્રશ્નાવલિમાં 80 કલમો ઉપરાંત વર્ણનાત્મક કલમો આપેલી છે. દરેક શિક્ષક, HTAT આચાર્ય અને CRC BRC કો-ઓર્ડીનેટરે આ વર્ણનાત્મક કલમ પૈકી કોઈ પણ બે કલમોના જ માગ્યા મુજબ અંદાજે 200 શબ્દોમાં વર્ણનાત્મક પ્રતિચાર આપવાના છે.



9. સર્વેક્ષણ પ્રશ્નાવલિમાં અભ્યાસક્રમ, પાઠ્યસામગ્રી, વિષયવસ્તુ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા, નૂતન પ્રવાહો વગેરે બાબતોનો સમાવેશ કરેલ છે.



10. સદર સર્વેક્ષણ સેન્સસ સર્વેક્ષણ હોવાથી તમામ શિક્ષકોએ આ સર્વેક્ષણમાં ફરજીયાત રીતે જોડાવાનું છે. ગંભીર બીમારી કે મેટરનિટી જેવાં તબીબી કારણોસર નિયત સમયે સર્વેક્ષણમાં ઉપસ્થિત ન રહી શકનાર શિક્ષકો માટે અન્ય સમયે અને સ્થળે વૈકલ્પિક ઉપકરણ (પ્રશ્નાવલિ) દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે.



11.ઉપરોક્ત પાંચેય ગ્રુપનું સર્વેક્ષણ તા. 11-8-2021 ના રોજ બપોરના ૦૨:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા દરમિયાન યોજાશે. સર્વેક્ષણનો સમય બે કલાકનો રહેશે.



12. શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન સમગ્ર રાજ્યના તાલુકા કક્ષાએ કરવામાં આવશે.




13. આ સર્વેક્ષણ માટે ડી.ઈ.ઓ.શ્રી,ડાયટ પ્રાચાર્યશ્રીનો સહયોગ પણ મેળવાશે.



14. સર્વેક્ષણનું સ્થળ દર્શાવતી સ્લીપ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી મળી શકશે જે હવે પછી જણાવવામાં આવશે.



15. આ પરિપત્રની જાણ સર્વેક્ષણમાં ભાગ લેનારને કરાવી.



સર્વેક્ષણ તારીખ : ૧૧-૦૮-૨૦૨૧ 


સ્થળ | તાલુકા કક્ષાએ


સમય : 2:00 થી 04:00


Important Link :-


શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત પરિપત્ર 29-07-2021 ડાઉનલોડ કરો અહીં



શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કલમો માહિતી પરિપત્ર 06-08-2021 ડાઉનલોડ કરો અહીં.



Pursuant to the above subject and context, to state that Teacher Readiness Survey has been organized by State Examination Board, Gandhinagar on 9/06/2021.  The detailed structure of the survey device will be as per the form attached herewith.  All school principals, teachers as well as CRCC / BRCC are requested to report this.  So that the survey contains appropriate information to respond to.




 The survey covers five types of devices (for Std. 1 to 8 teachers, Std. 6 to 8 language and social science teachers, Std. 6 to 8 math and science teachers, HTAT principal and CRCC BRC.  For .c) will be used.  Each participant in the survey will have to give a detailed response to the two descriptive clauses.  All the teachers will have to download the survey entry form from the website of the State Examination Board (www.seb.exam.org) by entering their teacher code and date of birth on the teacher portal after 30/02/2021.  Seating arrangements for all teachers will be at the respective taluka level.  You have to go to the survey place mentioned in it.  The survey will be conducted as per the guideline of Kovid-12 of Central and State Government.  Establishment will be given at every level by the State Examination Board for smooth conduct of the survey.  A teleconference will be held on 10/02/2071 giving detailed information on the research of the survey.  All the District Education Officers will be given separate instructions regarding the survey system.




 Matter of Teacher Readiness Survey




 District Primary Education Officer Shri




 Govt. Officer All Subjects: Teacher Readiness Survey Matters ...




 Reference: 1, Gujarat Education Department Resolution No .: Jashabh / 1917 / Single File-2 Secretariat,




 Gandhinagar letter dt.  07/02/2018




 2. With the representatives of the teachers union.  Decision taken in the meeting held on 16/12/2050




 3.  Approval received on the file of State Examination Board dated 07-06-2021




 Teacher readiness is a very important factor for quality education.  NEP 2020 also emphasizes on teacher readiness for quality education.  Training programs are organized at the state or district level for teachers for quality education.  Under this, it is very important to provide educational help to all the teachers as per their need.




 In order for teachers to receive the training and onsite support they need, they need to know the educational needs of each teacher.  For this it is necessary to know the understanding of the teacher about his / her teaching subjects, classroom behavior, assessment, new trends in teaching etc.  In addition, it is necessary to get information about the teacher's classroom observation as well as the educational achievement of the children in their class-subject.  Of these three, information on classroom observation and students' academic achievement is available.  But in order to get information about the various educational matters of the teacher, an educational survey consisting of all the teachers has to be done.




 The following points are taken into consideration regarding this survey.




 1. The survey will have a questionnaire (a questionnaire containing a total of 80 sections) as a survey device.  There will be four response options for each article from which to select the appropriate response.  (Details are included in Appendix 1 with this.)




 2. The survey will have the following five groups of devices.




 A. Standard 1 to 5




 B. Standard 6 to 8 Language-Social Science




 C. Standard 6 to 8 Mathematics-Science




 D. HTAT Headmaster




 E. CRC-BRC Coordinator






 .  That teacher, HTAT Principal and CRC-BRC Coordinator are to join the survey of the department applicable to themselves out of the above five.






 4. Information analysis will be done on the basis of the information available on the SAD portal about which subject the teacher is teaching in which standard.  Teachers of Std. 1 to 5 and teachers of Std. 6 to 8 to respond only to the articles on the subject they teach.  E.g.  Teachers of Std. 1 to 5 teach Mathematics in Std. 6 to 5 and English in Std.  So he only had to respond to math and English subject clauses.  Gujarati and environment are not to be promoted.  Teachers who are doing teaching work in Std. 1-2 should respond to Std. 1-2 Pragya clauses.  In the same way, the language taught in Std. 6th to 8th as well as the language taught by the social science teacher will have to give feedback on the language being taught.  Along with this, if one is teaching a social science subject in a single standard, he will also have to give a response to the articles of the social science subject.  In short, the teaching of the subject mentioned in the SAS is to give the same response to the work being done.






 5. In addition to that subject, every teacher will have to give feedback on current trends, assessment and articles on holistic education.






 6. Std. 6 to 8 Mathematics Science Teachers, HTAT Headmaster and CRC-BRC Coordinator are to respond to all 80 sections.






 7. A head teacher who is not HTAT will have to join one of the sections according to the subjects of his / her teaching work as per SAS data.






 8. In addition to 80 clauses, descriptive clauses are given in the survey questionnaire.  Each teacher, HTAT principal and CRC BRC co-ordinator is required to provide a descriptive response in approximately 200 words as required for any two of these descriptive clauses.






 9. The curriculum, textbooks, content, study-teaching process, new trends etc. are included in the survey questionnaire.




 10. Since this survey is a census survey, all teachers are required to participate in this survey.  For teachers who are unable to attend the survey on time due to medical reasons such as serious illness or maternity, the survey will be conducted at another time and place through an alternative device (questionnaire).






 11. Survey of the above five groups.  It will be held on 11-8-2021 from 03:00 to 06:00 noon.  The survey time will be two hours.






 12. Teacher Readiness Survey will be conducted at taluka level across the state.








 13. The cooperation of DEO Shri, Diet Principal Shri will also be sought for this survey.






 14. A slip showing the place of the survey can be found on the website of the State Examination Board which will be stated later.






 15. Inform the survey participant of this circular.




 Survey Date: 11-06-2071 Place |  At taluka level



 Hours: 05:00 to 06:00



Related Posts

Matter of Teacher Readiness Survey 29-07-2021 shikshak sajjata sarve.
4/ 5
Oleh