Regarding the implementation of bilingual books from the new session coming in the state under the National Education Policy (NEP)

Regarding the implementation of bilingual books from the new session coming in the state under the National Education Policy (NEP)



રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત રાજ્યમાં આવતા નવા સત્રથી દ્વીભાષી પુસ્તકોના અમલ બાબતે.

પ્રસ્તાવના

સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ સદર નીતિના અમલીકરણ સંદર્ભે શિક્ષણ પ્રણાલીમાં જરૂરી સુધારા કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે. આ અનુસંધાને, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવ્યામુજબ શિક્ષણ પ્રણાલીમાં શીખવા-શીખવવાની પ્રક્રિયામાં માતૃભાષાની સાથે સાથે બહુભાષિતાને પ્રોત્સાહન આપવાનું સૂચવાયેલ છે.


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ના મુદ્દા નંબર ૪,૧૨ અનુસાર “સંશોધન સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો ૨ થી ૮ વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે અને બહુભાષિતાથી આ ઉંમરના વિદ્યાર્થીઓને ઘણા બધા જ્ઞાનાત્મક લાભો થાય છે. પ્રારંભિક તબક્કાથી જ તમામ ભાષાઓને આનંદદાયક રીતે આંતરક્રિયાત્મક શૈલીમાં તથા પારસ્પરિક વાતચીત દ્વારા ભણાવવામાં આવે.



ધોરણ ૩ અને પછીના ધોરણોમાં અન્ય ભાષામાં વાંચવા અને લખવા માટેનાં કૌશલ્યો વિકસિત કરવામાં આવે. વિવિધ ભાષાઓને શીખવવા માટે તથા ભાષાશિક્ષણને લોકપ્રિય બનાવવા માટે ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે."



આ ઉપરાંત, સદર દસ્તાવેજમાં મુદ્દા ૪,૧૪માં દર્શાવવામાં આવ્યુ છે કે "વિજ્ઞાન અને ગણિત માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને અધ્યયન-અધ્યાપન સામગ્રી તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ બંને વિષયો વિશે વિચારવા અને બોલવા માટે તેમની માતૃભાષા અને અંગ્રેજી બંનેમાં સક્ષમ બની શકે." સાંપ્રત સમયમાં અંગ્રેજી વિષયની ઉપયોગિતા વધી રહી છે ત્યારે સમાજ અને વાલીઓ પણ ઈચ્છે છે કે બાળકો અંગ્રેજી વિષયમાં પારંગત બને. પરિણામે, અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નાર્માકન પણ વધ્યું છે. અંગ્રેજી વિષય સારી રીતે શીખવા માટે અંગ્રેજી માધ્યમની નહિ, કોઈપણ માધ્યમમાં સારા અંગ્રેજી શિક્ષણની જરૂરિયાત હોય છે. યોગ્ય રીતે અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં પણ ઉત્તમ અંગ્રેજી શિક્ષણ મેળવી શકાય છે.


Important Link:-


રાજ્યમાં આવતા નવા સત્રથી દ્વીભાષી પુસ્તકોના અમલ બાબત પરિપત્ર ડાઉનલોડ કરો અહીં



17-03-2022 ઠરાવ.


ઉપરોક્ત બાબતે થયેલ પુખ્ત વિચારણાના અંતે, રાજ્યની અંગ્રેજી માધ્યમ સિવાયનાં માધ્યમની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ધોરણ - ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તથા ધોરણ - ૬ થી ક્રમશ: દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અમલ કરવા બાબતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે;



૧. ધોરણ - ૧ અને ૨ માં શ્રવણ અને કથન કૌશલ્યને લગતી વિવિધ પ્રવૃત્તિઓ ઉપર આધારિત પરિચયાત્મક અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.




૨. ધોરણ - ૩ થી ૫ અંગ્રેજી (દ્વિતીય ભાષા)માં શ્રવણ - કથન - વાચન અને લેખન કૌશલ્ય વિકસે તે રીતે શિક્ષણ આપવામાં આવશે.



૩. ધોરણ - ૩ થી ૫ માં ગણિત અને પર્યાવરણ વિષયના પાઠ્યપુસ્તકોમાં મહત્વના શબ્દો માટેની અંગ્રેજી પરિભાષા (Terminology)નો સમાવેશ કરવામાં આવશે.


૪. ધોરણ - ૬ થી ૮ માં ગણિત અને વિજ્ઞાન વિષયનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવશે. ગણિત અને વિજ્ઞાન સિવાયના તમામ વિષયોનાં પાઠ્યપુસ્તકો જે માધ્યમની ભાષાઓમાં યથાવત રહેશે.



૫. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૬, વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૭ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ ૮માં ગણિત અને વિજ્ઞાન વિષયનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અમલી બનશે.


૬. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી ધોરણ ૯ થી ૧૨ માં ગણિત-વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય માટે બંને પૈકી કોઈ એક માધ્યમ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.


૭. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ (SoE) અંતર્ગત પસંદ થનાર ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને દ્વિભાષી અધ્યયન- અધ્યાપન સામગ્રીનો ફરજીયાત અમલ કરવામાં આવશે. જ્યારે, અન્ય સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇ સ્વૈચ્છિક ધોરણે અમલ કરવામાં આવશે.


૮. અંગ્રેજી માધ્યમ સિવાયની સ્વનિર્ભર શાળાઓ સ્વૈચ્છિક ધોરણે દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને દ્વિભાષી અધ્યયન-અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી શકશે. જેની નોંધણી જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં થશે.


૯. સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, તેમજ સ્વૈચ્છિક રીતે જોડાયેલ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ - ૬માં દાખલ થનારા વિદ્યાર્થીઓ દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અસરકારક ઉપયોગ કરી શકે તે માટે અંગ્રેજી ભાષા સજ્જતા અને ગણિત-વિજ્ઞાનના અંગ્રેજી પારિભાષિક શબ્દો (Terminology) ની સમજૂતી આપતો એક માસનો બ્રીજ કોર્સ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે તે શાળા કક્ષાએ યોજવાનો રહેશે.


૧૦. ધોરણ ૧-૨ ના પરિચયાત્મક અંગ્રેજી શિક્ષણ તેમજ ધોરણ ૩ થી ૫ નાં અંગ્રેજી વિષયનાં નવાં પાઠ્યપુસ્તકો તથા ધોરણ ૬ થી ૧૨ નાં ગણિત- વિજ્ઞાનનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અન્વયે તમામ સરકારી અને અનુદાનિત શાળાઓનાં શિક્ષકો માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા શિક્ષક-તાલીમ યોજવામાં આવશે. સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો માટે જરૂરિયાત મુજબ તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.


૧૧. ધોરણ ૬માં દાખલ થનાર બાળકો માટેના બ્રીજ કોર્સની સામગ્રી GCERT દ્વારા તૈયાર કરવામાં આવશે તેમજ સમગ્ર શિક્ષા (SSA) દ્વારા શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે.


૧૨. ઉપરોક્ત બાબતોનો સમયસર અમલ થાય એ રીતે ધોરણ ૧-૨ પરિચયાત્મક અંગ્રેજીની શિક્ષક આવૃત્તિઓ, ધોરણ ૩ થી ૫ નાં અંગ્રેજી પાઠ્યપુસ્તકો તથા ધોરણ ૬ થી ૮ નાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવશે.



17-03-2022

Introduction



The implementation of National Education Policy (NEP) 2020 has been started across the nation. In the state of Gujarat also, necessary reforms have been initiated in the education system with regard to the implementation of this policy. This research, as stated in the National Education Policy, is intended to promote mother tongue as well as multilingualism in the teaching-learning process in the education system.



According to National Education Policy-2020, issue number 5, 12, “Research clearly shows that children between the ages of 6 and 7 learn languages ​​very fast and multilingualism brings a lot of cognitive benefits to students of this age. From the earliest stages all languages ​​are taught in a fun interactive style and through interactive communication.


Skills for reading and writing in other languages ​​should be developed in Std. 9 and later. Technology should be widely used to teach different languages ​​and to popularize language learning. "



In addition, points 3 and 14 of the document state that "every effort will be made to produce high quality bilingual textbooks and teaching-learning materials for science and mathematics, so that students can study both subjects."



Be able to think and speak in both their mother tongue and English. "As the usefulness of English subject is increasing nowadays, society and parents also want children to become proficient in English subject. As a result, Normakan has also increased in English medium schools. There is a need for good English education in any medium, not English medium, for learning in a proper way.




Resolution

At the end of the adult deliberation on the above, it is decided as follows to start teaching of English subject from Std. 1 to  2  implement bilingual textbooks from Std. 5 respectively in the medium year schools of the state except English medium;




1. An introductory English subject based on various activities related to listening and narration skills will be introduced in Std. 1 and 2.



. Std - 6 to 8 English (second language) will be taught in a way that develops listening-speaking-reading and writing skills.


. English standard terminology for important words will be included in the textbooks of Mathematics and Environment subject in Std. 6 to 8.



. Bilingual textbooks in Mathematics and Science subjects will be implemented in Std. 6 to 8. Textbooks for all subjects except mathematics and science which will remain the same in medium languages.



. Bilingual textbooks of Mathematics and Science subjects will be implemented in Std. 8 in the academic year 202-23, Std. 8 in the year 2023-24 and in Std. 8 in the year 2024-25.



. Mathematics-science textbooks will be made available in both Gujarati and English languages ​​from Std. 9 to 12 in the academic year 205-6. Students will be given the option to choose one of the two mediums for the subject of Mathematics and Science.



. Compulsory implementation of bilingual textbooks and bilingual teaching-learning materials in 15,000 government primary schools selected under Schools of Excellence (SoE). Whereas, other government and aided primary schools will be implemented on a voluntary basis taking into account the local situation.



. Self-supporting schools other than English medium will be able to use bilingual textbooks and bilingual teaching-learning materials on a voluntary basis. The registration will be done at the district level in the concerned District Education Officer or District Primary Education Officer's office.



. English Language Readiness and English Terminology of Mathematics for students enrolled in Std-8 in all selected government primary schools selected in the Schools of Excellence, as well as voluntarily attached government, subsidized and self-reliant schools. One month bridge course will be held at the school level at the beginning of the academic year 2022-23.



10. Gujarat Educational Research and Training Council (GCERT) for teachers of all government and grant aided schools according to the introductory English education of Std. 1-2 as well as new textbooks of Std. Will be held. Training will be made available as required for teachers of self-reliant schools.



11. The bridge course material for children entering Std. 8 will be prepared by GCERT and will be delivered to schools by SSA.




13. In order to implement the above in a timely manner, introductory English teacher editions of Std. 1-2, English textbooks of Std. 6 to 8 and bilingual textbooks of Std. 6 to 8 will be prepared by Gujarat State School Textbook Board.




Related Posts

Regarding the implementation of bilingual books from the new session coming in the state under the National Education Policy (NEP)
4/ 5
Oleh