CCC certificate of Babasaheb Ambedkar University will be considered valid latest circular

CCC certificate of Babasaheb Ambedkar University will be considered valid latest circular 




*બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનું ccc પ્રમાણપત્ર માન્ય ગણાશે. જેનો લેટેસ્ટ પરિપત્ર*



Officers / employees appointed in the government service are required to pass the relevant computer C.C.C./C.C.C.  Also, the procedure for training and examination for "computer skills" has been determined by the resolution on the order (3) taken from the above reading.



 Accordingly, officers / employees appointed by direct recruitment will be promoted during their probationary period as well as officers / employees in government service.




 The CCC / CCC + examination of the relevant computer skills for higher pay scale has to be passed from the examination centers approved by the Government.  Officers / Employees have to pass the CCC / ccc + examination of this computer skill as per the prescribed syllabus in 20 marks - Theory and 50 marks - Practical.




 2.  From the resolutions on order (2) and (2) taken in the above reading, Dr.  Centers owned by Babasaheb Ambedkar Open University are recognized as training centers for the examination of computer skills for C.C.C / C.C.C. + examinations.  Moreover, with the resolutions on the order (2) and (3) taken in the above reading, Dr.  The centers owned by Babasaheb Ambedkar Open University are recognized as examination centers for the examination of computer skills for C.C.C / C.C.C. +.




 Dr.  The syllabus prescribed by Babasaheb Ambedkar Open University from the examination centers recognized by the aforesaid resolutions of the State Government by the aforesaid reading of the Government dated 30/06/2008 and the examination method taken by the aforesaid reading by the aforesaid 30/08/2009 examination method.  Is.





 3. Dr.  Babasaheb Ambedkar Open University also conducts an examination of 200 marks as per the syllabus of the university, and the officers / employees appointed in the government service are given certificates of passing these 200 marks examination.




 Accordingly, by the officers / employees appointed in the government service, they have given Dr.  Certificates of 200 marks of c.cc/ccc+ related computer skills passed from government recognized examination centers of Babasaheb Ambedkar Open University are presented for validation for their promotion / higher salary scale, but these certificates are prescribed by the state government in the examination system (20 marks).  - Theory and 50 marks - Practical etc. (100 marks in total).





 .  Thus, Dr.  Many discrepancies have arisen with regard to the 200 marks examination certificates of c.c.cl/ C.C.C. + related to computer skills of Babasaheb Ambedkar Open University, name in this regard.  SCA filed in High Court  No.  Name as per judgment in 1912/2017.  Dr. by the High Court.  Orders have been issued to validate the examination certificates passed through Babasaheb Ambedkar Open University.




 .  In this regard, taking into account the opinion given by the expert committee of the Office of Technical Education on the order (2) taken in the above reading, Dr.  To be given by Babasaheb Ambedkar Open University to the officers / employees appointed in the government service.





 The Government was considering the issue of validation of 200 marks examination certificate of c.c.c / c.C.C. + related to computer skills.  Careful consideration is finally decided as follows.




 Resolution:

 Government Officers / Employees Appointed in Government Service  Certificates of 500 marks of Computer Skills related to computer skills passed from time to time by the examination centers recognized by the Government of Babasaheb Ambedkar Open University will also be considered for completion of their probationary period as well as for their promotion / higher pay scale.

 These provisions will apply equally to the officers / employees of State Service, Panchayat Service and State Government owned Boards / Corporations.

 By order of the Governor of Gujarat and in his name,
 Deputy Secretary General Administration Department Government of Gujarat




સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓએ ઉકત વંચાણે લીધેલ ક્રમ (૧) પરનાં જાહેરનામાથી ઘડાયેલ કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ તેઓનાં અજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ બઢતી / ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત C.C.C/C.C.C.+ ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. તેમજ ઉકત વંચાણે લીધેલ ક્રમ (૨) પરનાં ઠરાવથી "કોમ્પ્યુટર કૌશલ્ય" માટેની તાલીમ અને પરીક્ષા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે.




તદનુસાર, સીધી ભરતીથી નિમણૂંક પામેલ અધિકારીઓ/કર્મચારીઓએ તેઓનાં અજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ સરકારી સેવામાં રહેલ અધિકારીઓ/કર્મચારીઓએ તેઓની બઢતી







ઉચ્ચતર પગાર ધોરણ માટે સંબંધિત કોમ્પ્યૂટર કૌશલ્યની CCC / CCC+ ની પરીક્ષા સરકારશ્રી દ્વારા માન્ય કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરવાની રહે છે. અધિકારીઓ/કર્મચારીઓએ આ કોમ્પ્યુટર કૌશલ્યની CCC / ccc+ ની પરીક્ષા નિયત થયેલ અભ્યાસક્રમ અનુસાર ૫૦ ગુણ - થીયરી અને ૫૦ ગુણ - પ્રેક્ટીકલ એમ બે ભાગમાં મળીને કુલ-૧૦૦ ગુણની પરીક્ષા પાસ કરવાની રહે છે.




ર. ઉકત વંચાણે લીધેલ ક્રમ (૪) અને (૬) પરનાં ઠરાવોથી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં કેન્દ્રોને કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C/C.C.C.+ ની પરીક્ષા માટે તાલીમ કેન્દ્રો તરીકે માન્યતા આપવામાં આવેલ છે. તદુપરાંત, ઉકત વંચાણે લીધેલ ક્રમ (૫) અને (૭) પરનાં ઠરાવોથી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં કેન્દ્રોને કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C/C.C.C.+ ની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો તરીકે માન્યતા આપવામાં આવેલ છે.




ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારનાં ઉક્ત ઠરાવોથી માન્યતા આપવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પરથી સરકારશ્રીનાં ઉક્ત વંચાણે લીધેલ તા.૩૦/૦૯/૨૦૦૬ના જાહેરનામાથી નિયત કરાયેલ અભ્યાસક્રમ અને ઉક્ત વંચાણે લીધેલ તા.૩૦/૦૯/૨૦૦૬ના ઠરાવથી નિયત કરાયેલ પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષા લેવાની રહે છે.




3. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીનાં અભ્યાસક્રમ અનુસારની ૨૦૦ ગુણની પરીક્ષા પણ લેવામાં આવે છે, અને સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓને આ ૨૦૦ ગુણની પરીક્ષા પાસ કર્યાનાં પ્રમાણપત્રો આપવામાં આવેલ છે.




તદનુસાર સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા તેઓએ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિતc.c.c/c.c.c.+ ની ૨૦૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રો તેઓની બઢતી / ઉચ્ચતર પગાર ધોરણ માટે માન્ય રાખવા અંગે રજૂઆતો થયેલ, પરંતુ આ પ્રમાણપત્રો રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ પરીક્ષા પદ્ધતિ (૫૦ ગુણ - થીયરી અને ૫૦ ગુણ - પ્રેક્ટીકલ એમ કુલ મળીને ૧૦૦ ગુણ) મુજબની ન હોવાથી, આ પ્રમાણપત્રો માન્ય ગણવામાં આવતાં ન હતાં.




૪. આમ, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત c.c.cl/ C.C.C.+ ની ૨૦૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રો સંદર્ભે ઘણી વિસંગતતાઓ ઊભી થયેલ, આ સંદર્ભમાં નામ. હાઈકોર્ટમાં દાખલ થયેલ એસ.સી.એ. નં. ૧૭૧૫૬/૨૦૧૮ માં આવેલ ચુકાદા મુજબ નામ. હાઈકોર્ટ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મારફત પાસ કરાયેલ પરીક્ષાનાં પ્રમાણપત્રોને માન્ય ગણવાના આદેશો કરવામાં આવેલ છે.




૫. આ સંદર્ભે ઉકત વંચાણે લીધેલ ક્રમ (૮) પરનાં નિયામકશ્રી, ટેકનીકલ શિક્ષણની કચેરીની તજજ્ઞ સમિતિ દ્વારા આપવામાં આવેલ અભિપ્રાયને ધ્યાને લઈ, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓને આપવામાં આવતાં







કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત c.c.c/c.C.C.+ ની ૨૦૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રોને માન્ય ગણવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે.




ઠરાવ :




સરકારી સેવામાં નિમણૂંક પામેલ સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકારશ્રી દ્વારા વખતોવખત માન્યતા પ્રાપ્ત પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત C.C.C / C.C.C.+ ની ૨૦૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રોને પણ તેઓનો અજમાયશી સમયગાળો પૂર્ણ કરવા માટેની વિચારણા કરવા માટે તેમજ તેઓની બઢતી / ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા માટે માન્ય ગણવાનાં રહેશે.




આ જોગવાઈઓ રાજ્ય સેવા, પંચાયત સેવા તથા રાજ્ય સરકાર હસ્તકનાં બોર્ડ / કોર્પોરેશનના અધિકારીઓ / કર્મચારીઓને સમાન ધોરણે લાગુ પડશે.




ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

નાયબ સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર




Related Posts

CCC certificate of Babasaheb Ambedkar University will be considered valid latest circular
4/ 5
Oleh