Matter of Downloading Call Letter of Std. 12 Science stream observation program
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર.
અખબારી યાદી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજયની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા(ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહના તમામ ઉમેદવારોની માર્ચ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા તા.૧૪/૦૩/૨૦૨૩ થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) તા.૨૮/૦૨/૨૦૨૩ થી બોર્ડની વેબસાઇટ sci.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશપત્ર(હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-૨૦૨૩ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો માધ્યમની ખરાઇ કરીને પ્રવેશપત્ર(હોલટિકિટ)માં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીનો સહી-સિક્કો (અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની સૂચના (નં.૧ થી ૨૪) પ્રવેશપત્ર(હોલટિકિટ)ના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યશ્રીની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. પ્રવેશપત્ર(હોલટિકિટ) સાથે ઓનલાઇન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર(હોલટિકિટ) તથા સૂચનાપ્રત આપ્યા બદલની પરીક્ષાર્થીની સહી લેવાની રહેશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાન પ્રવાહ(ક) શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો.
નોંધ:- ચાલુ વર્ષ માર્ચ-૨૦૨૩ થી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પરીક્ષણ કાર્ય માટે શિક્ષકશ્રીઓના નિમણૂંકપત્ર(Assessment Order) હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવનાર છે, જે શાળા દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકશ્રીને જરૂરી વિગતો ભરી નિમણૂંકપત્ર (Assessrnent Order) તથા સૂચનાઓ સુપ્રત્ત કરવાની રહેશે. નિમણૂંકપત્ર (Assessment Order) ની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકશ્રીઓને નિમણૂંકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે અને નિમણૂંકપત્રની નકલ(શાળા પ્રત) પણ શાળા કક્ષાએ સાયી રાખવાની રહેશે.
(07 -(એમ કે રાવલ)
નિયામક(પરીક્ષા) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર
તારીખ:- ૨૮/૦૨/૨૦૨૩ સ્થળ :- ગાંધીનગર
Gujarat Board of Secondary and Higher Secondary Education,
Gandhinagar
Press list
For the students who have applied for face-to-face observation of the answer books of the Higher Secondary Certificate Examination, Science Stream March-2022, the process of answer book observation has been kept from 14-03-2023 to 28-03-2023. Candidates applying for appearing in the answer book observation should enter their seat number and mobile number registered at the time of application on the call-letter board website sci.gseb.org or gseb.org showing details like time, place and date. 14-03-2023 will be available online. Call-letters for observation will not be mailed to any candidate. For observation the candidate has to be present along with the call-letter downloaded from the website, admission ticket (hall ticket), copy of mark sheet / certificate and receipt of payment of "fee" for observation. Whose relatives should take note.
Date - 28/02/2023 Venue - Gandhinagar
Deputy Director (Examination) Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar
Matter of Downloading Call Letter of Std. 12 Science stream observation program
4/
5
Oleh
HappyToHelpTech